ટંકારા નજીક આવેલા સાલદીપ નામની એલએલપી ફેક્ટરીમા લેબર કામ કરતા પરપ્રાંતિય આધેડનુ હાર્ટએટેક થી અજાણ્યા મલક મા મોત નિપજયુ હતુ. જાણવા મળ્યા પ્રમાણે હ્રદયરોગના જીવલેણ હુમલાથી પળ વારમાં અચાનક કારખાનામા ઢળી પડી મોત પામેલા આધેડ ફેક્ટરીમા મશીન ઉપર મજુરી કામ કરવામા નિપુણ હોય વતન ઉત્તરપ્રદેશ થી જોજનો દુર ટંકારા નજીક આવેલી ફેક્ટરીમા લેબર વર્કર તરીકે જોડાઈ પેટીયુ રળવા આવ્યા હતા.
ટંકારા નજીક આવેલી સાલદીપ નામની એલએલપી ફેક્ટરીમા લેબર વર્કર તરીકે પારંગત હોવાથી મશીન ચલાવવાના કારીગર તરીકે જોડાઈ વતન ઉત્તરપ્રદેશ થી જોજનો દુર પેટીયુ રળવા આવેલા રામ સિધારે (ઉ.વ.૪૦) પોતાની રાબેતા મુજબ કામગીરી નિપટાવી કારખાનામા બેઠા હતા.એ વખતે જ અચાનક પરપ્રાંતિય આધેડ રામ એકાએક ચકકર ખાઈને ઢળી પડ્યા હતા. બનાવ નજરે જોનારા સાથી કર્મચારીઓ તાબડતોબ મદદે દોડી આવી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડયા હતા. પરંતુ અહીંયા સારવાર કારગત નીવડે એ પૂર્વે મોત નિપજ્યુ હતુ.પરપ્રાંત થી પેટીયુ રળવા આવેલા કારખાનામાં કામ કરતાં મજુર ના અચાનક મોત અંગે પોલીસે મૃત્યુ નોંધ કરી મૃતકના વતન તરફના ફેક્ટરીમાં કામ કરતા મૃતકના સ્નેહી મારફત મૃતક ના પરીવાર ને જાણ કરી મૃતદેહ વતન મા પહોંચાડ્યો હતો.