વાંકાનેર તાલુકાના કોઠી ગામના બોર્ડ પાસેથી પોલીસે દેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલી કાર નંબર જીજે-16-બીજી-6888નો ચાલક પોલીસને જોઈને કાર મુકીને નાસી ગયો હતો. બાદમાં પોલીસે કારને ચેક કરતા તેમાંથી 750 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કારમાંથી 15 હજારનો દેશીદારૂ, 5 હજારની કિંમતનો મોબાઈલ અને કાર મળી કુલ રૂપિયા 3,20,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને ફરાર કાર ચાલક આરોપી સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.