મોરબીના બે યુવાનો રાજેસ્થાનથી 40.5 ગ્રામ એમડી ડ્રગ્સ લઈને આવી રહ્યાં હતા ત્યારે બનાસકાંઠા જિલ્લાની થરાદ ચેકપોસ્ટ પરથી ઝડપાઈ ગયા છે. બનાસકાંઠાના થરાદ તાલુકાની ખોડા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં દરમિયાન થરાદ પોલીસ મથકના પીએસઆઇ સી.પી.ચૌધરી સહિતની ટીમે ગઈકાલે જીજે-36-એસી-3531નંબરની કારને અટકાવી તપાસ કરતા કારમાં બેઠેલા મોરબીના નવા બસસ્ટેન્ડ સામે શ્રીજી પાર્કમાં રહેતા આરોપી હાર્દિકભાઈ ઠાકરશીભાઈ મોરડીયા અને અવની ચોકડી પાસે અંબે પાર્કમાં રહેતા આરોપી રવિભાઈ દુર્લભજીભાઈ ચારોલા નામના યુવાનના કબજામાંથી 40.5 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવતા થરાદ પોલીસે બન્ને આરોપીઓની અટકાયત કરી 4.05 લાખનું એમડી ડ્રગ્સ, રૂપિયા 30 હજારની કિંમતના બે મોબાઈલ ફોન, 10 લાખની કિંમતની કાર અને 2200 રૂપિયા રોકડા મળી 14,87,220નો મુદામાલ કબ્જે કર્યો હતો.