મોરબીના આલાપ રોડ પર વિદેશી દારૂની હેરાફેરી કરતો એક શખ્સ પકડાયો 

Advertisement
Advertisement

મોરબીના આલાપ રોડ પર બુલેટમાં વિદેશી દારૂની હેરાફેરી કરનાર એક ઈસમ ઝડપાયો હતો. તો અન્ય ઈસમ ફરાર થઈ ગયો હતો. જ્યારે પોલીસ તપાસમાં આ દારૂનો જથ્થો આપનાર ઈસમનું નામ ખુલતા પોલીસે તપાસ હાથ ધરી છે. આલાપ રોડ સાઈન્ટીફીક વાડી નજીક વોકળા પાસે મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન આરોપી અમીત મોહનભાઈ ગજરા અને સમીર ગુલામહુશેન સુમરા રૂ.૧,૦૦,૦૦૦ની કિંમતના બુલેટ નંબર GJ-12-CQ-9638 પર નીકળતા પોલીસે તેમને અટકાવ્યા હતા.જેને પગલે આરોપી સમીર નાસી ગયો હતો.જેથી પોલીસે અમિતની તલાશી લેતા તેની પાસેથી રૂ.૫૦૦ની કિંમતની વિદેશી દારૂની એક બોટલ મળી આવી હતી પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી અમિત આ દારૂનો જથ્થો શહેરના કાલીકા પ્લૉટ ખાતે રહેતા અસ્લમભાઈ સલીમભાઈ ચાનીયા પાસેથી વેચાણ કરવા અર્થે મેળવ્યો હતો. પોલીસે દારૂ અને બુલેટ સહિત કુલ રૂ.૧,૦૦,૫૦૦નો જથ્થો જપ્ત કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આરોપી અમિતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી