મોરબીના લાલપર નજીકથી પોલીસે દેશી દારૂ ભરેલી કાર સાથે ટંકારાના સરાયા ગામના શખ્સને ઝડપી લીધો છે. મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે લાલપર નજીક શૈલેષ કાંટા પાસે વોચ ગોઠવી ટંકારા તાલુકાના સરાયા ગામના સલીમ બાબુભાઇ વિકિયાણી નામના શખ્સને 500 લીટર દારૂ ભરેલી કાર સાથે ઝડપી લઈ રૂપિયા 2.10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે પકડી પાડેલા આરોપી સલીમે દારૂનો જથ્થો મોરબીની મુશકાન અબ્બાસભાઈ કટિયા નામની મહિલાએ મંગાવ્યાની કબૂલાત આપતા તાલુકા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.