મોરબીના નવલખી રોડ પર રણછોડનગરમાંથી જુગાર રમતી 3 મહિલા સહિત 6 પકડાયા

Advertisement
Advertisement

મોરબીના નવલખી રોડ પર રણછોડનગરમાંથી પોલીસે દરોડો પાડી ત્રણ મહિલા સહિત છ લોકોને પોલીસે જુગાર રમતા ઝડપી પાડ્યા છે. રણછોડનગરમાં તીનપત્તીનો જુગાર રમતા દિલીપભાઇ સોંડાભાઇ પાટડીયા, ગીતાબેન રમેશભાઇ ધરજીયા, હંસાબેન માધુભાઇ ડાભી, પુજાબેન અનીલભાઇ ચૌહાણ, જયેશભાઇ માણેકભાઇ ત્રીવેદી, અજયસિંહ જીવણસિંહ ખીંચીને રોકડ રકમ ૨૭૭૦ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.