ફાયર બ્રિગેડની ટિમ શોધખોળ કરી રહી છે
મોરબીના નીચી માંડલ ગામથી વાંકળા તરફના રસ્તા નજીક ડબલ સવારી બાઈક કેનાલમાં ખાબકતા એક વ્યક્તિનો બચાવ થયો હતો જ્યારે બીજો વ્યક્તિ કેનાલના પાણીમાં ગરકાવ થઈ જતાં ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. જો કે ગઈકાલ સાંજ થી હજુ યુવાનની ભાળ ન મળતા પરિવારમાં ચિંતા ની લહેર જોવા મળી હતી
મોરબીના નીંચી માંડલ ગામથી વાંકળા જવાના રસ્તા નજીક સુનીલ અને અશ્વિન કારુભાઈ મોઢુંતારીયા રહે બંને રફાળેશ્વર નામના બે વ્યક્તિઓ બાઇકમાં પસાર થઈ રહ્યા હોય ત્યારે અચાનક કોઈ કારણોસર નીંચી માંડલ ગામથી વાંકળા જવાના રસ્તા નજીક નીકળતી કેનાલમાં આ ડબલ સવાર બાઇક ખાબકયું હતું. તેથી બાઇક સાથે બન્ને વ્યક્તિઓ કેનાલમાં ડૂબી જતાં સુનીલને તરતા આવડતું હોવાથી તે બહાર નીકળી ગયો હતો. પરંતુ અશ્વિન કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેની શોધખોળ હજુ યથાવત છે