વાંકાનેર તાલુકાના લીંબાળા ધાર પાસે પાણી પુરવઠા વિભાગના યાંત્રિક પેટા વિભાગ હેડ વર્કસમાથી ઓપરેટરને બંધક બનાવી રૂમમાં પૂરી ટ્રાન્સફોર્મરમાથી ૪.૮૦ હજારની કોપરની ચોરી કરતા નિશાચરો
વાંકાનેર : તાલુકાની લીંબાળા ઘાર પાસે આવેલ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યસ્થા બોર્ડના હેડવર્ક ખાતેના પમ્પીંગ સ્ટેશનમાં ગત રાત્રીના ચોર ત્રાટક્યા હતા અને કચેરી ખાતે ફરજ બજાવતા ઓપરેટર અંદર સૂતા હતા ત્યારે રૂમ બહારથી બંધ કરી બે ટ્રાન્સફોર્મરમાથી લાખો રૂપિયાની કોપરની ચોરી કરી અંધારામાં અદ્રશ્ય થઈ ગયા હતા.
બનાવની પ્રાપ્ત માહિતી મુજબ તાલુકાના લીંબાળા ઘાર પાસે આવેલ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યસ્થા બોર્ડના હેડવર્ક ખાતેના પમ્પીંગ સ્ટેશનમાં ગત રાત્રીના ચોર ત્રાટક્યા હતા જેમાં હેડ વર્કસ ખાતે ઓપરેટર રૂમમાં સૂતાં હતાં ત્યારે રૂમમાં પૂરી દઈ બહારથી બંધ કરી પંપીંગ સ્ટેશનમાં કાર્યરત ટ્રાન્સફોર્મરનાં ડીયા ઉતારી વીજ પ્રવાહ બંધ કરી ચાલુ ટ્રાન્સફોર્મરમાંથી તથા ત્યાં રહેલ સ્પેર ટ્રાન્સફોર્મરમાંથી મળી અંદાજે ૪.૮૦ જેટલી કિંમતની કોપર વાયરની ચોરી કરી ગયા હતા. આ ઘટનાને પગલે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યસ્વ્થા બોર્ડના કોન્ટ્રાકટરે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોધાવી છે.
વધુમાં મળતી માહિતી મુજબ લૂંટ મામલે અમદવાદમાં રહેતા અને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કોન્ટ્રકટર મુકેશભાઈ ભગવાનજીભાઈ મારવાણીયાએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તા. ૭ ના રાત્રીના અનીલભાઈ પમ્પીંગ સ્ટેશન પર હાજર હોય બાદ મોટર ચાલુ હોય જેની દેખરેખ રાખતા હતા તો રાત્રીના સવા એકાદ વાગ્યે અનીલભાઈ રૂમમાં સુઈ ગયા હોય રાત્રીના એકાદ વાગ્યા આસપાસ અજાણ્યા શખસો આવી ઓપરેટરની ઓરડીનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. સવારે અન્ય મજૂરો આવતા દરવાજો ખોલતા અનીલભાઈ બહાર નીકળી તપાસ કરતા પમ્પીંગ સ્ટેશનના ચાલુ ટ્રાન્સફોર્મર-૪૦૦ કેવીએ તથા સ્પેર ટ્રાન્સફોર્મર 250 કેવીએના ટ્રાન્સફોર્મર ખોલી તેમાંથી કોપર વાયરની ચોરી થઇ હોવાનું ધ્યાને આવતા કોન્ટ્રાકટર ને જાણ કરતા મુકેશભાઈ તુરત વાંકાનેર લીંબાળા ઓફીસ ખાતે પહોચ્યા હતા અને તપાસ હાથ ધરવામાં આવતા હેડવર્કના પમ્પીંગ સ્ટેશનના ચાલુ ટ્રાન્સફોર્મર ૪૦૦ કેવીએ માંથી આશરે ૫૦૦ કિલો વાયર અને સ્પેર ટ્રાન્સફોર્મર 250 કેવીએ માંથી આશરે ૩૦૦ કિલો કોપર વાયર મળી કુલ ૮૦૦ કિલો કોપર જેની કિંમત રૂ.૪,૮૦૦૦૦ ની ચોરી કોઈ અજાણ્યા ઇસમો કરી હોવાનું ધ્યાને આવતા મુકેશભાઈ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઘટનાને પગલે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.