છેલ્લા ઘણા સમય થી જાણે નકલી ની સિઝન ચાલી રહી હોય તેવું લાગે છે…અગાઉ P.M.O, C.M.O,I.P.S સહિત ના શખ્સો નકલી ઝડપાયા ત્યાર બાદ ટોલનાકા પણ નકલી ઝડપાયા..તેમજ અધૂરા માં પૂરું પોલીસે નકલી આયુર્વેદિક સીરપ પણ ઝડપી પાડ્યું
મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં ખોડીયાર ચેમ્બરમાં આવેલ દુકાનમાંથી નશીલી આયુર્વેદિક સીરપનો જથ્થો ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના બેલા ગામની સીમમાં ખોડીયાર ચેમ્બરમાં આવેલ દુકાનમાંથી નશીલી આયુર્વેદિક સીરપનો જથ્થો રાખી વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે તપાસ કરતા બોટલ નંગ ૧૭૧૦ કીમત રૂ.૨,૫૫,૧૫૦ નો મુદામાલ કબજે કરી દુકાનદાર કમલભાઈ રજીતભાઈ દેબનાથ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે